નવી દિલ્હી: આ વાત 18 સપ્ટેમ્બર 2019ની છે. બપોરના સમયમાં વુહાનના તિઆન્હે એરપોર્ટની કસ્ટમ ઓફિસમાં એક ઈમરજન્સી મેસેજ આવ્યો. મેસેજમાં કહેવામાં આવ્યું કે લેન્ડ કરનારી ફ્લાઈટમાં એક પેસેન્જર બીમાર છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ એરપોર્ટનો સ્ટાફ ઈમરજન્સી મોડમાં આવી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ 18 સપ્ટેમ્બરના રોજ ઈમરજન્સી મેસેજ મળ્યા બાદ વુહાન એરપોર્ટ પર હાજર મેનેજરે પોતાના સ્ટાફને ઈમરજન્સી ડીલની સમગ્ર પ્રક્રિયા સમજાવી. સ્ટાફ પ્રોટેક્ટિવ માસ્ક લગાવીને જરૂરી કાર્યવાહી કરવા લાગ્યાં. ચીનના સ્ટેટ મીડિયાના એક પત્રકારના જણાવ્યાં મુજબ થોડા સમય બાદ વુહાનના પ્રાથમિક સહાયતા કેન્દ્રએ જાણકારી આપી કે તપાસમાં સંબંધિત દર્દી નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું. ચીની મીડિયાએ આ સમગ્ર ઘટનાને એક ડ્રિલ (અભ્યાસ) ગણાવી. 


પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં હવે સવાલ ઉઠી રહ્યાં છે કે ચીને આ અભ્યાસની જ પસંદગી કેમ કરી? સોશિયલ મીડિયામાં પણ લોકોએ સવાલ ઉઠાવ્યાં છે કે તેમણે નવા કોરોના વાયરસને લઈને જ ડ્રિલ કેમ કરી? આ બાજુ ગત અઠવાડિયે એક ફ્રેન્ચ એથલિટે કહ્યું હતું કે 'તેમને લાગે છે કે વર્લ્ડ મિલેટ્રી ગેમ્સમાં ભાગ લેવા દરમિયાન અનેક લોકો કોવિડ 19થી સંક્રમિત થયા હતાં. વર્લ્ડ ચેમ્પિયન પેન્ટાથલીટ ઈલોડી ક્લાઉવેલે કહ્યું કે મિલેટ્રી ગેમ્સ દરમિયાન અનેક એથલીટ ઘણા બીમાર થયા હતાં.' 18 ઓક્ટોબર 2019થી શરૂ થયેલી વર્લ્ડ મિલેટ્રી ગેમ્સ 9 દિવસ સુધી ચાલી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube